Saturday, October 15, 2011

હવે બાકી શું રહ્યું વરસાદમાં

હવે બાકી શું રહ્યું વરસાદમાં 
કોઈ છોડી ગયું વરસાદમાં.

આજ રડવાનો અવસર હતો ને,
ના એક પણ આંસુ વહ્યું વરસાદમાં.

કાગળ નાં સપનાં બધા પલળી ગયાં
છતાંયે નાં કોઈ ભીંજાયું વરસાદમાં.

અને કહો તરસવાની ક્ષણો 
સામે તું, ને કઈ ના કહ્યું વરસાદમાં.

ઉપેક્ષ આ મારી કે વરસાદની
ના પલળે કોઈ સાથે વરસાદમાં.

માટી ને મહેંદી મહેકે સાથે 
હો એવી મોસમ વરસાદમાં.

                   હિમાંશુ પરમાર 'સપ્ત'

તું શ્વાસ થી સ્પંદન





તું શ્વાસ થી સ્પંદન ને સ્પર્શે થી સંવેદન
સમાઈ એમ મુજમાં કે સુવાસ ફૂલમાં અકબંધ. 

તું સ્વ થી વધુ સ્વજન ને સુધાથીયે સજીવન 
આ ગેરહાજરી તારીયે સ્મૃતિઓનું જ સંકલન. 

તું શ્રદ્ધા થી શરણ ને સંદિગ્ધ થી સરળ
પામું તને હર ક્ષણ તું સફર ને તું સંગમ.

તું શૂન્ય થી સાકાર ને સહજ થી શરમ 
તારા જ નામનું છે સતત સ્મરણ થી સ્તવન. 

તું સત્યમાં સત્વ ને સંધ્યાથીયે સુંદર 
તું સ્મિત થી સૌમ્ય ને શ્વાશો નું મનન.

શાશ્વત આપ જે છોડી ગયા છો એ ,
 સાચવે 'સપ્ત' સદાય  સ્નેહ ના સંબંધ.
      
                          'સપ્ત' હિમાંશુ પરમાર 

લ્યો મેં આંજી કાળાશ

તમે કાજળ આંજો આંખમાં ને લ્યો મેં આંજી કાળાશ
હવા, શ્વાસ ,ફેફસાં, કાળાં ને લોહીમાં કાળી ભીનાશ. 

એક સપનાંનો દેશ મારો  એના માણસ, રસ્તા, ઘર કાળાં

માણસનું મહોરું પહેરી ફરતા પડછાયા ને આંખે ખંભાતી તાળાં

ઊગ્યા સુરજ એય કાળા ને કાળો પથરાય ઉજાસ
લ્યો મેં આંજી કાળાશ 


પાંદડા કાળાં એના બધાયે મૂળસોતાં. લટકેલ ફળમાં કાળી લીલાશ 
જાણ્યું હવે લાગણીની ફળદ્રુપ જમીન પર વાવીતી આખી અમાસ 

ચૂંથાતો  કહોવતો મારામાં હું. ને બાર બધા સડેલી લાશ 
લ્યો મેં આંજી કાળાશ. 

                           'સપ્ત' હિમાંશુ પરમાર 


મારી કવિતા



તૂટેલા કાચ જેવાં સપનાં
તાજી જલેબી જેવી ઉર્મીઓ,
કોઈ ના હાથે ખભા પર વાગતી સેફટીપીન,
પાંચે આંગળીઓ પરોવી પકડેલો હાથ,
હૃદય પર વાગતા કોઈ ની અલ્લડ અંખ ના ઉજરડા,
શિયાળાની એકલી રાત,
ઉકળતા આંસુ ને ઠંડાગાર શ્વાસ,
ને મારા ખભા પર એના સોનેરી વાળ.
આવું ગણું બધું એટલે કવિતા.

હિમાંશુ પરમાર 'સપ્ત'




'કમીટેડ'


તારા ફેસબુક અકાઉન્ટ નું સ્ટેટસ 'કમીટેડ',
મારી કંકુવરણી લાગણીઓ બધી આઉટડેટેડ.

તે આપેલી નવી ટીશર્ટ પર ચોંટેલી 
તારા સ્મૃતિઅંશ જેવી ગળચટ્ટી  ચોકલેટ. 

મારા ટેરવાં જેમ એણેય હાથ કર્યાં હેઠાં 
છે ખરબચડું ગસાયેલું સેલફોનનું કી-પેડ. 

અધકચરી કુંપળ જેમ મારામાં ફૂટ્યા કરે 
એને યાદો કહું કે ઘટનાઓ ની બોગનવેલ. 

તારા હોવાપણાની એમાં શ્રદ્ધા છે, નહીતર 
એક બ્લેન્ક  મેસેજ શું કામ કરે બ્લેકમેલ 

માન્યું કે પસ્તીનું અખબાર છે છતાંયે.
'સપ્ત' કવિતા લખી તને કરે છે અપડેટ 
  
                  'સપ્ત' હિમાંશુ પરમાર