આસોપાલવ
આસોપાલવ લીલો ઉભો આંગણિયે કુણી લીલાશ મને વાગે
ફાગણીયા શમણાં રેલાય ભીની આંખે થી તોરણીયા કોડ મારા જાગે
અંતરમાં એવી કંઈ લીલીછમ લાગણી
પાન -પાન લીલો જેમ તું
બે ચાર પાંદડી ની રહી ગઈ પીળાશ
એમ થોડીયે પીળી છું હું
વાસંતી વાયરાને અડવાનો અવસર મારી પીળાશ હવે માંગે
ફાગણીય શમણાં .............
છાતી થી આંખો માં પગલે થી પાંખો માં
નસ -નસ માં ફૂટે આકાશ
જીવતર ની ઝંખના જીવતી રાખી ને જાણે
શ્વાસ શ્વાસ સ્પર્શે લીલાશ
ટેરવા તોડીને ફૂટે કુંપળ હાથેથી મને આયખું ઝાડ જેવું લાગે
ફાગણીયા શમણાં ............
- 'સપ્ત' હિમાંશુ