Tuesday, October 18, 2011

બંધ બારી


સુરજ ના તડકાને કહીદો 
એ બારીની અંદર ના આવે


કેદીઓ અમે એ.સી. ના
હૂંફાળી ઋતુઓ ના ફાવે 

ફોરમ રહી ગઈ ડાળી પર 
ફૂલ ફ્લાવરવાઝ  શોભાવે 

એક્વેરિયમ ની  માછલી
લીટર પાણીથી કેમ ચલાવે ?