Monday, April 15, 2013

સ્પર્શ!


સ્પર્શ!

તારો હાથ મારી હથેળી માં મૂકી,
મારી રૂક્ષ આંગળીઓ તારી આંગળીઓને સમાંતર ભીડાવી .
તારી ડાર્ક નેઈલ-પોલીશ મારા ફિક્કા નખ માં ઉતારી જાય,
ત્યાં સુધી જકડી રાખ મને.
મારા કાંડા ના ધગધગતા લોહીફાટ સ્પંદનો,
તાર ગોલ્ડન બ્રેસલેટ ને સ્પર્શે,
મારી હથેળી ની  આડીઅવળી ખરબચડી લીટી,
તારી રેખાઓને સ્પર્શતાં ભાગ્યવંત બને.
હું હવે ધીમે ધીમે તારામાં ઉતરતો જાઉં છું.
કદાચ એમ કરી ને હું જીવી જાઉં!
                                                               સપ્ત ' હિમાંશુ'