Friday, November 2, 2012

ખમીર



સંયમી ચહેરા પર નો તીખો  સવાલ છું 
ધીમો છું ભલે અકળ સમય ની ચાલ છું 

મારા જેવો સરળ ક્યાં રહેવા દીધો મને 
તારાથી વધુ  મુત્સદ્દી  હું આજકાલ છું 

તારા આંધળા શહેર માં ભૂલો પડ્યો છું 
સરનામાં વગર ની અભણ ટપાલ છું 

તારી લાગણી થી એની ઈંટ નહિ ખરે 
હું સરકારી ધારા -ધોરણો ની દીવાલ છું 

ના રાખ શંકા મારી સમર્થતા માટે 
 છે તીર-તલવાર તું તો હું પણ ઢાલ છું 

ટપાલ ટીકીટ ના સંગ્રહ સમો છું 
મુલ્યવાન છું ભલે વીતેલી કાલ છું 

                  'સપ્ત ' હિમાંશુ પરમાર