મારા ગુલાબ ના છોડ પર, રોજ ચાર પાંચ કવિતાઓ ઉગે છે. એ ક્યારેય અક્ષર, માત્રા , કે લયબદ્ધ નથી હોતી. છતાંયે હું એને મન ભરીને ગાઉં છું . એણે મને એક વાર પૂછેલું. મને કેટલો પ્રેમ કરે છે? મેં કહેલું આ ઝાકળ ગુલાબ ને કરે છે એટલો. ઝાકળ ને ભલે ઉડી જવું પડે, એ ગુલાબ પર પણ ડાઘ છોડી જાય છે. 'સપ્ત' હિમાંશુ પરમાર