Saturday, October 15, 2011

લ્યો મેં આંજી કાળાશ

તમે કાજળ આંજો આંખમાં ને લ્યો મેં આંજી કાળાશ
હવા, શ્વાસ ,ફેફસાં, કાળાં ને લોહીમાં કાળી ભીનાશ. 

એક સપનાંનો દેશ મારો  એના માણસ, રસ્તા, ઘર કાળાં

માણસનું મહોરું પહેરી ફરતા પડછાયા ને આંખે ખંભાતી તાળાં

ઊગ્યા સુરજ એય કાળા ને કાળો પથરાય ઉજાસ
લ્યો મેં આંજી કાળાશ 


પાંદડા કાળાં એના બધાયે મૂળસોતાં. લટકેલ ફળમાં કાળી લીલાશ 
જાણ્યું હવે લાગણીની ફળદ્રુપ જમીન પર વાવીતી આખી અમાસ 

ચૂંથાતો  કહોવતો મારામાં હું. ને બાર બધા સડેલી લાશ 
લ્યો મેં આંજી કાળાશ. 

                           'સપ્ત' હિમાંશુ પરમાર 


No comments:

Post a Comment