Friday, June 28, 2013

ઈશ્વર ને .....



         
          ઈશ્વર ને .....

સાબૂત ઉભો છે તું ઘર અમારા તોડીને
લાચારી  ઉભી છે લાશો પર બે  હાથ જોડીને

દીવાનગી તારા તરફ  જગત ને અપાર છે
બદનામ ના થવું ઘટે  તુજને વખોડીને

શ્રદ્ધાનું ઘોડાપુર તને ચોક્કસ નડ્યું હશે
રસ્તા કર્યાંતા એણે પર્વત ફોડી ફોડી ને

વધુ ને વધુ દુર એ સંતાતો રહ્યો છે
થાક્યા ચરણ આંધળું દોડી દોડી ને

વળગણ કહો એને કે આસ્થા કહો કે ઇલ્મ
રહી ક્યાં શકયો છે માણસ મંદિરો છોડીને

બોલો રહી છે 'સપ્ત' શું વિસાત તમારી
પૂછી રહ્યું છે આ કોણ કાંડું મરોડીને ?

                      -'સપ્ત' હિમાંશુ