
પહેલી નજર થી પાંગરેલ આપણો સબંધ છે
આંખોમાં છાપી ગયાં એ ચહેરો અકબંધ છે.
તારા શ્વાસની હજીયે હવામાં સુગંધ છે.
ઘરેઘરએ ફરીને શોધે છે સાગરના સરનામાં
મૂકી છે સામટી વહેતી બધી લાગણીઓ અંધ છે.
આપો રજા જો આપ તો પ્રસ્તાવના કરું
નહીતર જિંદગી આખીયે અમારી નિબંધ છે .
મારી જાત તોડીતોડીને વેરી રહ્યો છું હું
છતાંયે વળગ્યા કરે એવો કયો અનુબંધ છે .
રુવેરુવે થી આકર્ષી રહ્યું છે સગપણ આપણું
હૃદયને તાર તાર આપણો ઋણાનુબંધ છે.
'સપ્ત' હિમાંશુ પરમાર