Friday, May 18, 2012

ઉપેક્ષા


એવું તો શું કે એ મને યાદ ના કરે
પહેલા તો નથી બન્યું કે એ વાત ના કરે 

હો ભૂલ  તો કાન પકડી કબૂલ 
 એ તો ઠીક નથી કે ફરિયાદ ના કરે

કોઈ વાર તો સામેથી પ્રસ્તાવના કરે 
ભલે ને પછી એ મુલાકાત ના કરે 

આંખો થી ટપકતા ખારા લોહી પર,
એ ખુદા, એ નજર એકાદ ના કરે? 

મને ઉપેક્ષા બધીયે મંજુર છે એની 
માત્ર  સ્મરણ માંથી બાદ ના કરે 

                         'સપ્ત' હિમાંશુ પરમાર