Thursday, January 31, 2013

સંવેદના



                                                                 

રૂપાળા ચહેરા ઓઢીને આખેઆખું  શહેર મળે.
મારાજેવા માણસ ને પછી દર્પણ સાથે વેર મળે.

એ પછી હક થી તું આખોય સૂરજ માંગી લે 
પહેલા તારી આંખો માં ખોબો ભરી અંધેર મળે.

એકાદ વિસ્મય ની તલાશ માં ફરતા હો તમે
ને  છાતીફાટ આઘાત તમને ઠેર ઠેર મળે. 

માણસ હોવાની ઘટના ના સમાધાન શોધ્યા કરો
આવી ઘટના રોજે રોજ ને ઘેર ઘેર મળે.          


તારા  ઘર ની શોધ માં  પગ ને રસ્તા એક છે.
તારે પગલે ચાલ્યો છું તોય સામે ખંડેર મળે .

તારા અભાવ નું વાતાવરણ ત્વચા દજાડ્યા કરે
આ કાંટાળી આબોહવા બારેમાસ ચોફેર મળે .



જે લોકો દુવાઓ માં મારું મોત માંગે છે,
મારા ગળાને માફક આવે એવું એમને ઝેર મળે.

-'સપ્ત' હિમાંશુ પરમાર