Wednesday, December 14, 2011

ક્યાં જઈશ ?

બોલ હવે હું  તને છોડી ક્યાં જઈશ ?
મેં કરેલા આપઘાતો ગણી ક્યાં જઈશ?

તે એક ઘા માં વીંધી નાખી છે એ 
હું લોહીલુહાણ લાગણી લઇ ક્યાં જઈશ? 

સમજ્યા તમારા માટે એ રમત હતી
પણ હું હારેલી જિંદગી લઇ ક્યાં જઈશ?

હું મારી નજીક પણ ફરકી શકતો નથી 
આ બધા પ્રશ્નો, માંગણી લઇ ક્યાં જઈશ? 

જેને  જાહેર માં તમે ઠેબે ચડાવી  છે
તમન્નાઓ સઘળી  આંધળી લઇ ક્યાં જઈશ ?

મુઠ્ઠીભર  હતા ને, રસ્તે ભૂલો પડી ગયો  
ખૂટી ગયા શ્વાસ હવે પાછો વળી ક્યાં જઈશ ?

 કર મહેરબાની ને ઝાળાં સંકેલી લે હવે 
પૂરો ફસાયો છું હવે નીકળી  ક્યાં જઈશ ?

એમાં ભલાઈ કે તારું દર્દ નક્કર રહે
ચોધાર આંસુ ની જેમ પીગળી ક્યાં જઈશ?

સપ્ત હાર્યો છે બસ એક વિશ્વાસ ને કારણ 
છેવટે તું  તારા શ્વાસ ને છળી ક્યાં જઈશ ?


'સપ્ત' હિમાંશુ  પરમાર