ખોટા નિદાન તમામ છે બીજું કશું નથી
દર્દ નું કારણ નામ છે બીજું કશું નથી
લાખો મળીને એને મિટાવી નહિ શકે
મારે એક એનું કામ છે બીજું કશું નથી
જવાથી કોઈના ક્યાં અટકી છે જિંદગી
ક્ષણ બે સમય વિરામ છે બીજું કશું નથી
હમદર્દ દૂર ના તમે સદાય દૂર રહો
તને દૂર થી સલામ છે બીજું કશું નથી
ચાહો તો જડ ત્વચા સાતેય ચીરી જુઓ
હૈયે હજીયે રામ છે બીજું કશું નથી
---- 'સપ્ત'