હું મારી તરફ એ રીતે પક્ષપાત રાખું છું
રાખી શબ્દ મારા ને તમારી વાત રાખું છું
તમે પણ અમારી બંદગી ને દાદ દઈ શકો
કહે છે એ દિવસ ને રાત તો હું રાત રાખું છું
ખરે જો ગાલ પરથી સો ખુલાસા આપવા પડશે
ઘણા સંકેલી ને સાચવી હું જજબાત રાખું છું
આ તમારા તારા તેજે એને નિહાળી નહિ શકો
સૂરજસમ એથી ઝળહળતો પ્રતાપ રાખું છું
પગરવ કાબુમાં રાખી ટકોરા બારણે દેજો
છળ્યો છે ખૂબ અવાજે એટલે એકાંત રાખું છું
અડી જો આ હથેળી 'સપ્ત'ની મારણ બની જશે
હું મુઠ્ઠી બંધ માં જીવલેણ આઘાત રાખું છું
No comments:
Post a Comment