હરદમ તને ચાહવાની ચાહના માં રહું .
આમ તો સઘળા ટહુકાની સ્થાપના માં રહું.
રહું હું તારી લાગણી ના અંતરંગ વર્તુળો માં.
વિચારોથી સામેપાર ની વિભાવના માં રહું.
એમ તો છેક તારા ધબકાર ગણી આવેલો.
વર્ષોથી કોરી આંખોની ઝંખના માં રહું .
તમે સરવાળે સુખ શોધ્યા કરો અને .
હું કોઈની મનગમતી યાતના માં રહું.
રહી શકું કોઈના દિલ માં કે દિમાગ માં,
ઉચ્ચ સ્થાન છે કે હું એમની પ્રાર્થના માં રહું.
'સપ્ત' હિમાંશુ પરમાર
No comments:
Post a Comment